બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 એ 10:52:41 AM વાગ્યે
નેપાળના યુવાનો રોષે અને ગુસ્સે ભરાયેલા છે. તેમના હૃદયનો ગુસ્સો અને રોષ રસ્તાઓથી માંડીને સંસદ સુધી બધે જોવા મળી રહ્યો છે એટલું જ નહીં, તેમનો ગુસ્સો ઑનલાઇન પ્લૅટફૉર્મ પણ સ્પષ્ટપણે દેખાય છે. સોમવાર, આઠમી સપ્ટેમ્બરે નેપાળમાં હજારો યુવાઓ રસ્તા (જનરેશન ઝી) રસ્તાઓ પર ઊતરી આવ્યા છે.
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 એ 6:45:51 AM વાગ્યે
નેપાળમાં સરકાર વિરોધી હિંસક પ્રદર્શનના એક દિવસ બાદ બુધવારે સવારે સેનાના જવાનો કાઠમંડૂ અને અન્ય શહેરોમાં તૈનાત થયા છે. નેપાળ સેનાએ બુધવારે સવારથી સાંજના પાંચ કલાક સુધી પ્રોહિબિટેડ ઑર્ડર આપ્યો છે. આ પછી ગુરુવારે સવારે છ કલાક સુધી કર્ફયુ લાગુ રહેશે.
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 એ 10:10:32 AM વાગ્યે
ગોંડલના રીબડાવાળા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધારે કસાયો છે. અમિત ખુંટ આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા માટે રાજદીપસિંહ જાડેજાએ કરેલ આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે મંગળવારે નકારી કાઢતાં પોલીસ રાજદીપસિંહની ધરપકડ કરી શકે છે.
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 એ 9:19:40 AM વાગ્યે
પ્રદર્શનકર્તાઓનાં જૂથો દ્વારા વિવિધ નેતાઓ અને મંત્રીઓનાં ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 એ 6:06:53 AM વાગ્યે
ગુજરાતના કેટલાક ભાગોમાં સળંગ ચાર દિવસ ભારે વરસાદ પડ્યા પછી હવે કેવી સ્થિતિ છે અને આગામી દિવસોમાં કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે?
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 એ 2:23:23 AM વાગ્યે
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 એ 2:30:11 AM વાગ્યે
ગુજરાત ઉપરાંત ભારતમાં આ વર્ષે ચોમાસું તોફાની બન્યું છે. અસાધારણ વરસાદ પછી અડધો દેશ પૂરની ઝપેટમાં આવી ગયો છે. પંજાબ 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે.
બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 એ 2:06:12 AM વાગ્યે
ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાના સાબરમતી નદીના કિનારે આવેલા ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
મંગળવાર, 9 સપ્ટેમ્બર, 2025 એ 2:42:26 PM વાગ્યે
સીપી રાધાકૃષ્ણનને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત્ છે.
મંગળવાર, 9 સપ્ટેમ્બર, 2025 એ 10:29:41 AM વાગ્યે
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે ગુજરાતમાં 2025ના ચોમાસા દરમિયાન 7 સપ્ટેમ્બર સુધીમાં લગભગ 107 ટકા વરસાદ વરસી ગયો છે અને ભારતીય હવામાન ખાતાના કહેવા મુજબ રાજ્યમાં ચોમાસું હજુ પણ સક્રિય છે. તેનો અર્થ એવો છે કે ભાદરવો મહિનો અડધો વીતી ગયો હોવા છતાં રાજ્યમાં હજુ વધારે વરસાદ પડી શકે છે.
મંગળવાર, 9 સપ્ટેમ્બર, 2025 એ 2:20:30 AM વાગ્યે
આંધ્ર પ્રદેશના ગુંટુર નજીક આવેલા દુરાગપાલન ગામમાં સતત મૃત્યુને કારણે, ખાસ કરીને ગામના દલિત સમુદાયમાં ભય ફેલાયો છે. ગુંટુરના જિલ્લા કલેક્ટર નાગલક્ષ્મીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનામાં દુરાગપાલમની એસસી કૉલોનીમાં 29 લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, ગ્રામજનોને શંકા છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે.
સોમવાર, 8 સપ્ટેમ્બર, 2025 એ 1:28:31 PM વાગ્યે
યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો એમ ત્રણત્રણ ધર્મોનાં પવિત્ર સ્થળો પૈકીનું એક સ્થળ. અહીંથી જ ઈશ્વરે સળગતી ઝાડીમાંથી વાત કરી હતી. વાંચો અહીં શું થઈ રહ્યું છે?
સોમવાર, 8 સપ્ટેમ્બર, 2025 એ 2:17:05 PM વાગ્યે
રાજીવ ગાંધી ઝડપી ગતિએ કાર ચલાવવાના શોખીન હતા, તેઓ ખૂબ જ શિસ્તપૂર્વક વિમાન ઉડાડતા હતા. શરૂઆતમાં તેઓ ડકોટા ઉડાડતા હતા, પરંતુ પછીથી તેઓ બૉઇંગ ઉડાવવા લાગ્યા હતા.
રવિવાર, 7 સપ્ટેમ્બર, 2025 એ 2:37:46 PM વાગ્યે
યુકેની સરકારે ત્યાં અભ્યાસ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓનો સીધો સંપર્ક કરીને તેમને ચેતવણી આપી છે. તાજેતરના વર્ષોમાં યુકેમાં નવું ‘ચેતવણીકારક’ ચલણ જોવા મળી રહ્યું છે, જેના પછી યુકેની સરકારે નવતર અભિયાન હાથ ધર્યું છે.
સોમવાર, 8 સપ્ટેમ્બર, 2025 એ 3:14:38 AM વાગ્યે
મંદિરો દ્વારા સામાન્ય રીતે ભાવિકોને મંત્રજાપ કરવા તથા ઉપવાસ રાખવા માટે ભલામણ કરવામાં આવે છે. કેટલાક લોકો ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન નથી લેતા તથા રાંધેલું ભોજન ફેંકી દે છે.
સોમવાર, 8 સપ્ટેમ્બર, 2025 એ 4:41:20 AM વાગ્યે
ખગોળવિદો અને અવકાશરસિકો માટે રવિવારે અગત્યનો દિવસ છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ વધુમાં સંપૂર્ણ ‘બ્લડ મૂન’ બની જશે, એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાશે અને સામાન્ય કરતાં વધુ મોટો દેખાશે. ભારતમાં ક્યારે અને કયાં શહેરોમાં આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોઈ શકાશે?
શનિવાર, 6 સપ્ટેમ્બર, 2025 એ 3:58:32 PM વાગ્યે
એક તરફ ટ્રમ્પ વડા પ્રધાન મોદીને મિત્ર ગણાવી રહ્યા છે અને વ્યક્તિગત સંબંધોનો હવાલો આપી રહ્યા છે. ત્યાં બીજી તરફ તેમના સહયોગી સતત ભારત પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. ટ્રમ્પના રાજકારણને જાણનારા આને કઈ રીતે કળી રહ્યા છે?
શનિવાર, 6 સપ્ટેમ્બર, 2025 એ 2:28:11 AM વાગ્યે
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કારખાના કામદારો માટે દિવસના કામના કલાકો 9 કલાકથી વધારીને 12 કલાક કરવાની જોગવાઈને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી કામદારોને ફાયદા કરતા નુકસાન વધારે થતું હોવાનો મત સામાજિક વિશ્લેષકો અને જાણકારોએ આપ્યો હતો.
શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2025 એ 7:38:05 AM વાગ્યે
જીવન અને સ્વાસ્થ્ય વીમા પરનો જીએસટી 18 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવાયો છે. આ ફેરફાર છતાં વીમાના પ્રીમિયમની રકમમાં ખરેખર કેટલી રાહત મળશે તે સવાલ છે. આનું કારણ છે વીમા કંપનીઓને જીએસટી પર મળતી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ.